કાચા તેલને લઇ સાઉદી અરબ અને રશિયા વચ્ચે છેડાયેલા પ્રાઇસ વોરના કારણે તમને ખુબ જ જલ્દી ફાયદો થઇ શકે છે. તમારા પર્સમાં ખર્ચ માટે વધારે પૈસા બચી શકે છે. પેટ્રોલ તમને 50 રૂપિયાની કિંમતે મળી શકે છે. સરકારનું ઇમ્પોર્ટ બિલ ઘટશે અને આગામી ક્રૂડ બાસ્કેટ પણ સરકારને સસ્તા ભાવે મળવાની સંભાવનાઓ બની રહી છે.
31 ટકા ઘટ્યો ક્રૂડનો ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો ભાવ 31% સુધી ઘટી ગયો છે. જેનું પ્રમુખ કારણ સાઉદી અરબ દ્વારા કિંમતોમાં ઘટાડો હતો. સાઉદીએ રશિયા પાસે બદલો લેવા માટે કિંમતમાં ઘટોડો કરી દીધો છે. કારણ કે, રશિયાએ ઉત્પાદન ઘટડવાની તેની વાતનો સ્વીકાર કર્યો નહી. ભારતને આથી ખુબ જ જલ્દી ફાયદો થઇ શકે છે. જો 50 ટકાના ઘટાડા પર નજર કરીએ અને માની લઇએ કે ઇંપોર્ટ બિલ ઘટવાથી થનાર સંપૂર્ણ બચત ગ્રાહકો સુધી પહોંચી જશે તો ઘરેલૂ બજારમાં પેટ્રોલની કિંમત 50 રૂપિયા સુધી પહોંચી શકે છે. આજે સમગ્ર દેશમાં પેટ્રોલનો ભાવ 70 રૂપિયાની આસપાસ છે.
ક્રૂડ બાસ્કેના ભાવ
ભારતમાં ક્રૂડ બાસ્કેટની કિંમત હાલમાં 47.92 ડૉલર પ્રતિ બૈરલ છે.(એક બૈરલ 42 યૂએસ ગૈલન બરાબર હોય છે અથવા 159 લીટરના બરાબર). એટલે કે ભારતને તાજેતરના એક ક્રૂડ બાસ્કેટ માટે 3530.09 રૂપિયા ખર્ચ કરવાના હોય છે. આવામાં ક્રૂડ જો 30 પર્સેન્ટ સસ્તુ થાય છે તો ક્રૂડ બાસ્કેટમાં પણ ખુબ જ જલ્દી 30 પરસેન્ટ સુધી સસ્તા થવાના એંધાણ છે. એટલે કે આગામી ક્રૂડ બાસ્કેટ લગભગ 3470 રૂપિયાનું હોઇ શકે છે. અને જો સામાન્ય માણસને સંપૂર્ણ ફાયદો થાય છે તો પેટ્રોલ 50 રૂપિયા લિયરના ભાવે મળી શકે છે. પેટ્રોલિયમ પ્લૈનિંગ એડ એનાલિસિસ સેલ અનુસાર ડિસેમ્બર 2019માં ક્રૂડ બાસ્કેટની સરેરાર કિંમત $65.52 હતી.