જો તમે પણ Debit/credit card નો ઓનલાઈન ટ્રાન્જેક્શન માટે ઉપયોગ કરો છો તો થઈ જો સાવધાન. કારણ કે, 16 માર્ચ બાદ કેટલાક ખાસ પ્રકારના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ (Debit-credit card)ની ઓનલાઈન સુવિધા બંધ થઈ શકે છે. ખરેખર તો, વિતેલા દિવસોમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ એક નોટિફિકેશન જાહેર કર્યુ છે. નોટિફિકેશન પ્રમાણે, 16 માર્ચ 2020 સુધી તમને ક્રેડિટ/ડેબિટ કાર્ડ (Debit-credit card) થી ઓનલાઈન અથવા કૉન્ટેક્ટલેસ ટ્રાન્જેક્શન નહી કરો તો, આ સુવિધઝા બંધ કરી દેવામાં આવશે.

ઓનલાઈન અને કૉન્ટેક્ટલેસ ટ્રાન્જેક્શન

આ સમયમાં જો તમે ઈચ્છો તો આ સુવિધા તમારા કાર્ડમાં શરૂ રહે તો, 16 માર્ચ પહેલા ઓછામાં ઓછુ એક વખત ઓનલાઈન અને કૉન્ટેક્ટલેસ ટ્રાન્જેક્શન કરવુ પડશે. જણાવી દઈએ કે, કૉન્ટેક્ટલેસ ટેકનોલોજીની મદદથઈ કાર્ડ હોલ્ડર્સને ટ્રાંન્જેરક્શન માટે સ્વાઈપ કરવાની જરૂરિયાત નથી.

આ સુવિધા ઓનલાઈન ફ્રોડથી બચવા માટે

તે સિવાય 16માર્ચથી ડમેસ્ટિક, ઈન્ટરનેશનલ, પીઓએસ ટ્રાન્જેક્શન, એટીએમ ટ્રાન્જેક્શન લિમિટ ઓન/ઓફ કરવાની પણ સુવિધા મળશે. RBI એ આ સુવિધા ઓનલાઈન ફ્રોડથી બચવા માટે શરૂ કરી હતી. જે હેઠળ ગ્રાહક ખુદ પોતાના કાર્ડને બંધ અથવા એક્ટિવ કરી શકશે. તે સિવાય કાર્ડના સ્ટેટસમાં કોઈપણ પ્રકારનો બદલાવ થવા પર કાર્ડ હોલ્ડરને એલર્ટ કરવામાં આવશે.

RBI ફ્રોડને રોકવા માગે છે

ઉલ્લેખનીય છે કે, RBI એ ફ્રોડને રોકવા માટે બધા જ પ્રકારના કાર્ડમાં ફેરફરા પણ કર્યા છે. જે હેઠળ મેગ્નેટિક સ્ટ્રાઈપવાળા કાર્ડને ઈએમવી ચિપવાળા કાર્ડમાં બદલાવને કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ બેન્કોએ પોતાના ગ્રાહકોની કાર્ડ બદલવાના શરૂ કરી દીધા છે.