એવુ કહેવાય છે કે, દુનિયામાં માની તુલના કોઈની સાથે પણ ન કરી શકાય. જ્યારે પણ બેસ્ટ માની પસંદ કરવામાં આવે છે, ત્યારે કોઈ મહિલાનો જ ઉલ્લેખ થાય છે, પણ દેશમાં એક જગ્યાએ બેસ્ટ મોમ માટે કોઈ મહિલા નહીં, પણ એક પુરૂષની પસંદ થવા જઈ રહી છે. 8 માર્ચના રોજ મહિલા દિવસે બેંગલૂરૂમાં આયોજીત એક ખાસ વૈમપાવરમાં એક પુરૂષને બેસ્ટ મોમના ખિતાબથી નવાજવામાં આવશે. આ શખ્સનું નામ છે આદિત્ય તિવારી. સોશિયલ મીડિયા પર પણ આ શખ્સને એવોર્ડ મળવાની ખબર વાયરલ થઈ રહી છે.
મહિલા દિવસ સ્પેશિયલ

મહિલાઓ માટે મિસાલ બન્યા આદિત્ય

આદિત્યએ ભલે બાળકને જન્મ ન આપ્યો હોય, પણ તેણે એક માના તમામ કર્તવ્યોને સારી રીતે નિભાવી જાણ્યા છે, જે મહિલાઓ માટે એક મિસાલ બની ગયા છે. આદિત્ય વ્યવસાયે એક સોફ્ટવેર એન્જિનિયર છે. આદિત્યને આ એવોર્ડથી નવાજવાનું ખાસ કારણ છે આદિત્યની મમતા.

હ્રદયની બિમારીથી પીડિત બાળકને ઘરે લઈ આવ્યા

આપને જણાવી દઈએ કે, આદિત્ય એક સ્પેશિયલ એબિલિટી ચાઈલ્ડના સિંગલ પિતા છે. પોતાના લાડકાને તેમણે અવનીશ નામ આપ્યું છે, જે ડાઉન સિંડ્રોમથી પીડિત છે, જે બોલી પણ નથી શકતો. આદિત્ય અવનીશને 1 જાન્યુઆરી 2016ના રોજ પોતાના ઘરે લઈ આવ્યા હતા. તે સમયે અવનીશ માત્ર 22 મહિનાનો હતો. તે સમયે આ બાળકના હ્રદયમાં કાણુ હોવાથી તેને બે વખત સર્જરી પણ કરાવી પડી હતી. આ ઘટના બાદ આદિત્યએ પોતાની ફૂલ ટાઈમ નોકરી પણ છોડી દીધી. ત્યાર બાદ આદિત્યે સમગ્ર ધ્યાન અવનીશ પર આપ્યું. સાથે જ આદિત્યએ નબળા અને પીડિત બાળકો માટે જાગૃતિ અભિયાન પણ શરૂ કર્યું.

આદિત્યની જીંદગીમાં અવનીશ આવતા લાઈફ બદલાઈ ગઈ

જ્યારે આદિત્યને એવોર્ડ મળી રહ્યો છે તે વાતની જાણ થઈ ત્યારે આદિત્યએ જણાવ્યું કે, પિતા બનવાની ખુશી હું શબ્દોમાં વર્ણવી શકતો નથી. અવનીશ જ્યારે મારી જિંદગીમાં આવ્યો તે, પછી મારી સમગ્ર જિંદગી બદલાઈ ગઈ. એક સિંગલ પિતા હોવાના નાતે હું કહેવા માગીશ કે, સંતાનોની સાર સંભાળ રાખવાનો અનુભવ શું હોય છે.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ મળ્યું છે સન્માન

આપને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં આદિત્યએ પોતાના દિકરા સાથે 22 રાજ્યોનો પ્રવાસ કર્યો અને 400થી પણ વધારે મીટિંગ, વર્કશોપ અને કોન્ફરન્સમાં ભાગ લઈ ચુક્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે, આદિત્ય એ વ્યક્તિ છે, જેને દુનિયાભરના એ ખાસ 10000 માતા-પિતામાં સામેલ છે, જેને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આયોજીત પેરેંટ્સ સાથે જોડાયેલા સંમેલનમાં ભાગ લેવા માટે આમંત્રણ મળ્યું હોય.

એક પિતાએ સર્વસ્વ દિકરાના નામે કરી દીધુ

આદિત્યએ પોતાની જીંદગીનું સર્વસ્વ આ બાળકના નામે કરી દીધું છે, અને આગળ પણ તે દરેક સંભવ પ્રયાસો કરશે. તેણે કહ્યું હતું કે, મારા માતા-પિતા મારા પ્રેરણાસ્ત્રોત છે. તેમને જોઈને જ મને શક્તિ મળે છે કે, હું આ માસૂમ બાળકોના હકની લડાઈ લડૂ, અને તેમને ખૂબ પ્રેમ કરૂ.