આ સાતડા નામનું ગામ રાજકોટ નજીક આવેલું છે , આ ગામના એક પણ ઘરમાં નથી બારી-દરવાજા
મહારાષ્ટ્ર માં શનિદેવનું શિંગળાપુર ગામ આવેલું છે કે જ્યાં જેટલા પણ ઘર છે એમાંથી કોઈ પણ ઘરને કોઇ દિવસ તાળાં લાગતાં નથી. છતાં ત્યાં કોઇ દિવસ એકેય ઘરમાં ચોરી થતી નથી કારણ કે, આ ગામની રક્ષા ખુદ શનિદેવ પોતે જ કરે છે.
Socialgujarat
પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે સૌરાષ્ટ્ર નું પાટનગર એવું રાજકોટ ની ભાગોળે પણ એક શનિ શિંગળાપુર નામનું ગામ આવેલું છે . જેનું સાચું નામ સતળા છે.
રાજકોટથી ૩૦ કિલોમીટર દૂર અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર સાતડા ગામમાં એક પણ ઘરમા બારી બારણું કે દરવાજા જોવા મળતા નથી. છતાં આ ગામમા કોઇ દિવસ ક્યારેય ચોરી થઇ નથી.
આ ગામની રક્ષા ખુદ ભૈરવદાદા કરે છે, નવી પેઢીએ પણ આ પરંપરા જાળવી રાખી છે
કહેવાય છે કે સાતડા ગામની રક્ષા ખુદ ભૈરવદાદા કરે છે. દશકાઓ પહેલા સાતડા ગામના અમુક વડીલોએ ભૈરવદાદાને માથું નમાવી ગામની રક્ષા કરવાનું કહી ઘરમાંથી બારણાં, દરવાજા કઢાવી નાંખ્યા હતાં. બસ પછી તો પરિવર્તનનો પવન આખા ગામમાં એવો ફૂંકાયો કે આજની નવી પેઢી પણ પોતાના ઘરમાં આ જૂની પરંપરા એમ ને એમ જાળવી રાખી છે.
1800 ની વસ્તી ધરાવતું ગામ
સૌરાષ્ટ્રના શનિશિંગળાપુર એટલે સાતડા ગામ. ગામમા આશરે ૩૦૦ થી વધુ કાચા અને પાકા મકાનો આવેલા છે.
સૌથી વધુ કોળી જ્ઞાતિના લોકો અહી રહે છે. 1800 ની વસ્તી ધરાવતું આ ગામ છે.
ગામથી બે કિલોમીટર દૂર શીમાળા પર ભૈરવદાદાનુ એક મંદિર આવેલું છે. સાતડા આખા ગામને ભૈરવદાદા પર ખુબ જ શ્રધ્ધા છે.
ત્રીસ વર્ષ સરપંચ રહી ચૂકેલ માજી સરપંચ મનસુખભાઈ મેઘાણીએ કહ્યું હતું કે, ‘ભૈરવદાદાનો કોઇ ચોક્કસ ઇતિહાસ કોઇને પણ ખબર નથી આમ છતાં વડીલોએ વર્ષો પહેલા ભગવાન પર અતુટ શ્રધ્ધા રાખી ઘરમાં દરવાજા મુકાવ્યા ન હતાં અને તે દિવસથી ગામમાં એક વખત પણ ચોરી થઇ નથી.
સાતડા ગામ રાજકોટ નજીક આવેલું છે
આગળ વાત કરતાં મનસુખભાઈએ કહ્યું હતું કે, ‘ધીમે ધીમે સમગ્ર ગામવાસીઓએ પોતાના ઘરમા મુખ્ય દરવાજા લગાવાનુ બંધ કરી દીધું. શ્રધ્ધા કહો કે અંધશ્રધ્ધા સાતડા ગામમા એક વાર ચોરી થઇ પંરતુ ભૈરવદાદાએ ચોરનુ હૃદય પરિવર્તન એવું કર્યું કે ચોર સામેથી આવીને ચોરેલો માલ સામાન પાછા મુકી ગયા અને આખા ગામની માફી પણ માંગી લીધી હતી.
સાતડા ગામની રક્ષા ભૈરવ દાદા કરે છે
ગામવાસીઓ કહે છે કે ભૈરવદાદાની એટલી કૃપા છે કે, ‘આજુબાજુના ગામમાંથી પણ લોકો દર્શને માટે આવે છે.
એટલું જ નહીં ગુજરાતી ફિલ્મના લોકપ્રિય કલાકાર એવા નરેશ કનોડીયા પણ તેના પરિવાર સાથે દાદાના દર્શને માટે દર વર્ષે આવે છે. નરેશ કનોડીયા એ ભૈરવદાદાના નવા મંદિરે એક કિલો ચાંદીનો મુખવટો ચઢાવ્યો છે.
મંદિરને પણ નથી દરવાજો જો કે ત્યાં ચોરી પણ કોણ કરે? આમ પણ કહેવાય છે કે શ્રધ્ધાના વિષયમા પુરાવાની કોઈ જરૂર હોતી નથી.
ભૈરવદાદાનું મંદિર પણ આવેલું છે જેના પર ગામ લોકોની અતુટ શ્રધ્ધા છે.
ગામના લોકો માં ખુબ જ આસ્થા છે.
ગામમાં આશરે 300 જેટલા કાચા-પાકા મકાનો આવેલા છે.
ઉપરાંત શાળામાં પણ દરવાજા રાખવામાં આવ્યા નથી.